Adverstisements

Wednesday, November 30, 2022

Quote of the Day - 30 Nov 22

Gujarati 

 સત્યની પરખ :-  

          હંમેશા સત્યની પરખ થાય એટલે કે સત્યને કસોટીની એરણ પર ચડવું પડે. સુવર્ણનો રંગ પીળો અને પિત્તળનો વર્ણ પણ પીળો, તો બંનેમાંથી શ્રેષ્ઠ ધાતુ તો સુવર્ણ (સોનુ) હોય છે. સુવર્ણને કસોટીના પથ્થર ઉપર ઘસાઇને તેના કેટલા ટકાની અસલિયત છે તેની સાબિતી આપી દેવી પડે છે. હવે સોનું કસોટી પથ્થર ઉપર ઘસાવવાથી મનાઇ કરે તો તે શું સમજવું? તેને તેના મૂલ્યનું ભાન છે તો કસોટીએથી પસાર તો થવું જ પડે તેમાં આનાકાની ન ચાલે, નહીંતર અસલી હોવા છતાં પણ ખોટા ધાતુમાં ગણાઇ જાય.


English Meaning 

The truth-test :- 

            Truth must constantly be put to the test; in other words, it must be evaluated. Gold is yellow in color and brass is also yellow in color, then also the best metal is gold. To determine the percentage of authenticity, gold must be rubbed on a test stone. What does it indicate that gold cannot be rubbed on the test stone now? It must proceed with the test without hesitation if it is aware of its value; otherwise, even if it is genuine, it will be regarded as a fake metal.

Tuesday, November 15, 2022

Short Quotes - 15 Nov 22

GUJARATI 


કોઈ વ્યક્તિ એક વાર ભૂલ કરે તો

કંઈ વાંધો નહિ.

બીજી વાર ભૂલ કરે તો

ચાલ્યા કરે, માણસ છે.

ત્રીજી વાર ભૂલ કરે તો

એનાથી દૂર રેહવું, કેમકે એ તેની ભૂલ.નહિ આદત છે.


* 〰〰〰 * 


દુઃખ નું સૌથી મોટું કારણ એ છે... સાહેબ... લોકો 

સાચા માણસ ને સમજતા નથી, અને ખોટા માણસ ને પારખતાં નથી.


* 〰〰〰 * 


જીવનના સારામાં સારા પળનો ભરપૂર આનંદ માણો, 

અને ખરાબમાં ખરાબ આવતા પળને સહન કરવાની શક્તિ રાખો. 

કેમકે જીવનમાં કોઈ પણ વસ્તુ કાયમી રેહતી નથી.


ENGLISH MEANING


 If someone commits a mistake once,

No issue.

If he does the same mistake again,

Because he is a human, this is not a problem.

If he commits an error a third time,

Avoid him, since it is a habit rather than a mistake.


* 〰〰〰 * 


The greatest source of sorrow is people's inability

 to distinguish between the true and deceptive person.


* 〰〰〰 * 


Live each day to the fullest and be able to withstand 

even the most trying circumstances. since nothing in life is ever truly permanent.

Quote of the Day - 15 Nov 22

 

GUJARATI


પેટની ભૂખ માણસને લાચાર બનાવે છે, 

જ્યારે પૈસાની ભૂખ માણસને ક્રૂર બનાવે છે, 

વિચારજો કોણ વધારે ખતરનાક... 

પૈસાનો ભૂખ્યો કે પેટનો ભૂખ્યો ?


ચિત્રોમાં જેવા રંગો પુરીએ એવું નીખરે, 

બહુ રૂપિયાથી રંગાયેલો માણસ બહુરૂપીયો જ નીકળે, 

ઈર્ષા ધર્મચારનો નાશ કરે, કામ લજ્જાનો, 

ક્રોધ લક્ષ્મીનો અને અભિમાન સર્વસ્વ નો નાશ કરે.


ENGLISH MEANING 

Think about who is more dangerous: 

someone who is hungry for money or 

someone who is hungry for food. 

Hunger for food renders a person powerless, 

whereas hunger for money renders a person ruthless.


The individual depicted as having excess wealth

 turns out to be multifaceted, just as colours fill paintings.

It's true what they say: pride ruins everything, greed ruin grace,

 anger destroys Lakshmi (wealth), and jealousy destroys religious conduct.


Saturday, November 12, 2022

Quote of the Day - 12 Nov 2022

 

GUJARATI 

મૃત્યુ વખતે ચહેરા પરના હાસ્યને જીવંત રાખવામાં આપણને સફળતા તો જ મળવાની છે....


જો આપણે જીવનમાં સત્કાર્યોના સેવન દ્વારા પુણ્ય વધાર્યું હશે તો...!

સત્કારભાવના માધ્યમે જીવો પ્રત્યેના પ્રેમને વધાર્યો હશે તો...!

સમાધાનવૃત્તિના સહારે મનની પ્રસન્નતા વધારી હશે તો...!

અને પ્રલોભન પ્રતિકારના માધ્યમે અંત:કરણની પવિત્રતા વધારી હશે તો...!


આ જગતમાંથી જો તમે મર્દાનગીપૂર્વક વિદાય થવા માંગો છો તો તમારી પાસે પુણ્ય-પ્રેમ-પ્રસન્નતા અને પવિત્રતા આ ચાર વંદનીય પરિબળોનો સ્ટોક પર્યાપ્ત પ્રમાણમાં હોવો જરૂરી છે..


ENGLISH MEANING :- 


The smile on the face must be preserved till the moment of death.


If our consumption of good deeds has improved virtue, then...

If the love for all living things has grown through hospitality...

If aiding in reconciliation has improved mental well-being, then

And if renouncing temptation strengthens the purity of the heart, then


Virtue, love, joy, and purity must be in sufficient supply if you want to leave this world in a manly manner.

Quote of the Day - 30 Nov 22

Gujarati    સત્યની પરખ :-             હંમેશા સત્યની પરખ થાય એટલે કે સત્યને કસોટીની એરણ પર ચડવું પડે. સુવર્ણનો રંગ પીળો અને પિત્તળનો વર્ણ પણ ...